ન્યૂઝ શોર્ટમાં : આપણે દેશનું નામ રોશન કરવાનું છે

26 July, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓએ પૅરિસમાં ઑલિમ્પિક્સની શરૂઆત પહેલાં સાથી ભારતીય ખેલાડીઓને પાનો ચડાવતા મેસેજ લખ્યા હતા.

ઑલિમ્પિક્સની શરૂઆત પહેલાં સાથી ભારતીય ખેલાડીઓને પાનો ચડાવતા મેસેજ

બૅડ્‌મિન્ટન પ્લેયર પી. વી. સિંધુ, ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા અને હૉકી પ્લેયર પી. આર. શ્રીજેશે ગઈ કાલે પૅરિસમાં ઑલિમ્પિક્સની શરૂઆત પહેલાં સાથી ભારતીય ખેલાડીઓને પાનો ચડાવતા મેસેજ લખ્યા હતા.

ફ્રાન્સની રાજધાનીમાં ઑલિમ્પિક મશાલ લઈને ગર્વથી દોડ્યો અભિનવ બિન્દ્રા

ભારતનો પ્રથમ વ્યક્તિગત ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ હાલમાં પૅરિસ ઑલિમ્પિક્સની મશાલ રિલેમાં ભાગ લીધો હતો. તે ફ્રાન્સની રાજધાનીની શેરીઓમાં ઑલિમ્પિક મશાલ લઈને ગર્વથી દોડ્યો હતો. રિટાયર્ડ રાઇફલ શૂટર અભિનવ બિન્દ્રાએ આ સન્માનને દિલથી સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ફૅન્સ સાથે શૅર કર્યું હતું.

જાણવા જેવું

પ્રો-કબડ્ડી લીગ (PKL)ને આજે ૨૬ જુલાઈએ ૧૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે મશાલ સ્પોર્ટ્‌સ દ્વારા પ્રો-કબડ્ડી લીગની ૧૧મી સીઝન માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી.  મુંબઈમાં ૧૧મી સીઝન માટે ઑક્શન ૧૫ અને ૧૬ ઑગસ્ટે યોજાશે. આ સાથે જ ૧૧મી સીઝન અગાઉ મશાલ સ્પોર્ટ્‌સ દ્વારા નવો લોગો જાહેર કરાયો હતો જે ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોથી રંગાયેલો જોવા મળ્યો હતો. 

સિટી આ‌ૅફ લવ પૅરિસમાં પહેલી મૅરેજ પ્રપોઝલ

દરેક ઑલિમ્પિક્સની જેમ પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ નવી જોડી બનતી જોવા મળી છે. સિટી ઑફ લવ પૅરિસમાં બનેલા ઑલિમ્પિક વિલેજમાં હાલમાં પહેલી મૅરેજ પ્રપોઝલ જોવા મળી હતી. આર્જેન્ટિનાના હૅન્ડબૉલ પ્લેયર પાબ્લો સિમોનેટે ઑલિમ્પિક વિલેજમાં આર્જેન્ટિનાની મહિલા હૉકી ખેલાડી મારિયા કેમ્પોયને પ્રપોઝ કર્યું હતું. ટીમના અન્ય ખેલાડીઓએ તેમની આ ખાસ મોમેન્ટને યાદગાર બનાવી હતી.

ઋતુરાજ બન્યો મહારાષ્ટ્રની રણજી ટીમનો કૅપ્ટન

શ્રીલંકા ટૂર પર સિલેક્ટ ન થનાર ઋતુરાજ ગાયકવાડને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમે રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫ માટે કૅપ્ટન બનાવ્યો છે. મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને જાહેર કરેલી ટીમમાં અર્શિન કુલકર્ણી અને રાહુલ ત્રિપાઠી પણ સામેલ છે. ટીમ ૧૧ ઑક્ટોબરે 
જમ્મુ-કાશ્મીર સામે રણજી ટ્રોફીની પહેલી મૅચ રમશે. 

sports news sports ruturaj gaikwad cricket news pv sindhu Olympics