06 October, 2026 07:02 PM IST | China | Gujarati Mid-day Correspondent
નોવાક જૉકોવિચ સાતમી વખત પહોંચ્યો ચાઇના ઓપનની ફાઇનલમાં
૨૪ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા નોવાક જૉકોવિચ સાતમી વખત ચાઇના ઓપન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. ગઈ કાલે સેમી-ફાઇનલમાં નોવાક જૉકોવિચની ૭-૫, ૫-૩ના સ્કોરની લીડ દરમ્યાન હરીફ ડૅનિયલ મેદવેદેવે એક મોટી ભૂલ કરી હતી.
બીજા સેટ દરમ્યાન ગુસ્સામાં આવીને ડૅનિયલ મેદવેદેવે પાછળની દીવાલ પાસેથી અથડાઈને આવેલા બૉલને સ્વિંગ કરતાં સ્ટેડિયમની આગળની હરોળમાં એક માણસના ચહેરા પર બૉલ વાગ્યો. ઘાયલ થયેલા એ દર્શકને સારવાર માટે બહાર લઈ જવો પડ્યો હતો. ચૅર-અમ્પાયર અને ટુર્નામેન્ટ સુપરવાઇઝર વચ્ચે ટૂંકી વાતચીત પછી આ હરકત બદલ રશિયાના ડૅનિયલ મેદવેદેવને ડિસ્કવૉલિફાય જાહેર કરવામાં આવ્યો હતો.