28 January, 2025 08:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પી.આર. શ્રીજેશ, રવિચન્દ્રન અશ્વિનઉપર ડાબે), આઇ.એમ. વિજયમ(ઉપર જમણે), હરવિન્દર સિંહ(નીચે ડાબે), સત્યપાલ સિંહ(નીચે જમણે)
પદ્મ અવૉર્ડ્સ માટે સિલેક્ટ થયેલી ૧૩૯ વ્યક્તિઓમાં રમતજગતના પાંચ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે જેમાંથી ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર પી. આર. શ્રીજેશને ભારતનો ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ મળશે. અન્ય ચાર જણને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે; જેમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન નિવૃત્ત થયેલા ભારતીય ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિન, ભૂતપૂર્વ ફુટબૉલર આઇ.એમ. વિજયમ, પૅરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીતનાર હરવિન્દર સિંહ અને પૅરિસ પૅરાલિમ્પિક્સમાં હાઈ જમ્પમાં ગોલ્ડ જીતનાર પ્રવીણ કુમારના કોચ સત્યપાલ સિંહનો સમાવેશ થાય છે. સત્યપાલ સિંહ ૨૦૧૨માં યંગેસ્ટ દ્રોણાચાર્ય અવૉર્ડ જીતનાર કોચ પણ બન્યા હતા. તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હાથે ૩૩ વર્ષની ઉંમરે આ સન્માન મળ્યું હતું.