ભારતીય તીરંદાજ ટીમ ઑલિમ્પિક ગેમ્સમાં પહેલો મેડલ જીતી શકશે?

25 July, 2024 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તીરંદાજીની પાંચેય ઇવેન્ટમાં ભાગ લેશે ભારતીય ટીમ : ૨૦૧૨ની લંડન ઑલિમ્પિકસ બાદ ફરી એક વાર ૬ સભ્યોની ફુલ ટીમ લઈ રહી છે ભાગ

ભારતીય ટીમના શેફ ડી મિશન ગગન નારંગ સાથે ભારતીય તીરંદાજ ટીમ

ઑલિમ્પિક ગેમ્સમાં ભારતે પહેલી વાર ૧૯૮૮માં તીરંદાજીમાં ભાગ લીધો હતો. ત્યારથી ભારતીય તીરંદાજ ટીમ લગભગ દરેક ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહી છે, પરંતુ અત્યાર સુધી પોડિયમ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. ભારતીય તીરંદાજોની યુવા ટીમ આજથી ક્વૉલિફિકેશન રાઉન્ડ સાથે પૅરિસ ઑલિમ્પિક્સમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.

૨૦૧૨ની લંડન ઑલિમ્પિક્સ પછી આ પ્રથમ વખત છે જ્યારે તમામ છ ખેલાડીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય પુરુષ અને મહિલા ટીમ રૅન્કિંગના આધારે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ છે, જેનો અર્થ એ છે કે ભારતીય તીરંદાજ આ વખતે પાંચ ઇવેન્ટમાં ભાગ લેશે. દરેક તીરંદાજ ૭૨ તીર મારશે અને ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેનાર ૫૩ દેશોના ૧૨૮ ખેલાડીઓના સ્કોરના આધારે રવિવારથી શરૂ થનાર મુખ્ય નૉકઆઉટ રાઉન્ડ માટે ગ્રુપ નક્કી કરવામાં આવશે. પૅરિસ ઑલિમ્પિક્સનું લાઇવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ18 અને જિયો સિનેમા પર જોઈ શકાશે. 

પૅરિસ આ‌ૅલિમ્પિક્સમાં ભારતીય તીરંદાજ ટીમ

પુરુષ ખેલાડી : તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવ
મહિલા ખેલાડી :  દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતા ભકત

આ‌ૅલિમ્પિક્સમાં ભારતીય ટીમનું આજનું શેડ્યુલ

મહિલા સિંગલ્સ ઇવેન્ટ    બપોરે ૧ વાગ્યે
મહિલા ટીમ ઇવેન્ટ    બપોરે ૧ વાગ્યે
મિક્સ્ડ ટીમ ઇવેન્ટ    સાંજે ૫.૪૫ વાગ્યે
પુરુષ સિંગલ્સ ઇવેન્ટ    સાંજે ૫.૪૫ વાગ્યે
પુરુષ ટીમ ઇવેન્ટ    સાંજે ૫.૪૫ વાગ્યે

Olympics paris athletics sports sports news