ટોક્યોનો ૧૯ મેડલનો રેકૉર્ડ પૅરિસ પૅરાલિમ્પિક્સમાં તોડ્યો ભારતીય ટીમે

05 September, 2024 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારતે સૌથી વધુ ૧૯ મેડલ જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ટોક્યો પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા હરવિન્દર સિંહ ભારતનો પહેલો મેડલિસ્ટ તીરંદાજ છે. ગઈ કાલે સેમી ફાઇનલમાં ઈરાનના ખેલાડીને પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન ઇવેન્ટમાં ૭-૩થી હરાવીને તેણે પૅરિસમાં ભારતનો બાવીસમો મેડલ પાકો કર્યો છે. તે પૅરાલિમ્પિક્સમાં સતત બીજી વાર ગોલ્ડ મેડલ મૅચ રમનાર ભારતનો પહેલો તીરંદાજ બન્યો છે.

આ સાથે જ ભારતીય ટીમે એક પૅરાલિમ્પિક્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો ટોક્યો ૨૦૨૦નો રેકૉર્ડ તોડ્યો છે. ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારતે સૌથી વધુ ૧૯ મેડલ જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું.

આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે ભારતે ત્રણ ગોલ્ડ, આઠ સિલ્વર અને ૧૦ બ્રૉન્ઝ સહિત ૨૧ મેડલ જીત્યા છે અને મેડલટૅલીમાં ૨૦મું સ્થાન મેળવ્યું છે. ચીન સૌથી વધુ ૧૨૨ મેડલ સાથે પહેલા ક્રમે, ગ્રેટ બ્રિટન ૭૨ મેડલ સાથે બીજા અને અમેરિકા ૫૮ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. 

paralympics 2024 paris olympics 2024 Olympics sports sports news