✕

સિંધુ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં, ટાઇટલ માટે સાઉથ કોરિયાની વર્લ્ડ નંબર વન પ્લેયર સામે આજે ટક્કર

25 October, 2026 08:34 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જોકે આજની હરીફ સામે ૧૦ મૅચમાં એકેય વાર જીતી નથી શકી.

ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં સિંધુ

બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુએ શનિવારે પૅરિસમાં રમાયેલી સેમી-ફાઇનલમાં જપાનની હિના અકેચીને ત્રણ રસાકસીભરી ગેમમાં પરાજય આપીને બૅડ્‍મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)ની ફ્રેન્ચ ઓપન 2026ની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

આ રોમાંચક મુકાબલામાં સિંધુએ ૭૩ મિનિટ સુધી ચાલેલી લડતમાં ૨૧-૧૦, ૨૦-૨૨, ૨૧-૧૬થી શાનદાર વિજય મેળવ્યો હતો. બીજા સેટમાં અત્યંત રસાકસી બાદ ગુમાવ્યા પછી પણ સિંધુએ ત્રીજા અને નિર્ણાયક સેટમાં જોરદાર વાપસી કરીને વિજય હાંસલ કર્યો હતો.

આજે રમાનારી ટાઇટલ મૅચમાં સિંધુનો મુકાબલો સાઉથ કોરિયાની વર્લ્ડ નંબર વન ખેલાડી ઍન સે યંગ સામે થશે. યંગે બીજી સેમી-ફાઇનલમાં જપાનની નોઝોમી ઓકુહારાને માત્ર ૪૫ મિનિટમાં ૨૧-૧૨, ૨૧-૧૯થી હરાવીને BWF સર્કિટ પર સૌથી વધુ ટાઇટલ જીતવાના પોતાના રેકૉર્ડને વધુ મજબૂત કરવાની તક ઊભી કરી છે. વિશ્વ-ચૅમ્પિયન ઍન સે યંગ સામે સિંધુનો આ અગિયારમો મુકાબલો હશે અને ચાલુ વર્ષમાં આ બન્ને ખેલાડીઓ ત્રીજી વખત આમને-સામને ટકરાશે. જો સિંધુ વિજય મેળવશે તો સાઉથ કોરિયાની આ સ્ટાર શટલર સામે તેની આ સૌપ્રથમ જીત હશે.

pv sindhu Olympics world badminton championships paris south korea sports news sports japan