આર્મીમૅન સર્વેશ કુશારેએ હાઈ જમ્પમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો

29 July, 2026 04:49 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

કૃષિકચરામાંથી બનાવેલા કામચલાઉ લૅન્ડિંગ પિટ્સ પર પ્રૅક્ટિસ કરતો હતો ખેડૂત પરિવારમાં જન્મેલો આ ખેલાડી

સર્વેશ કુશારે

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને નવમો મેડલ મહારાષ્ટ્રના નાશિક જિલ્લા ૩૧ વર્ષના સર્વેશ કુશારેએ અપાવ્યો હતો. હાઈ જમ્પ ઇવેન્ટમાં સર્વેશ કુશારે ૨.૨૫ મીટરનો સ્કોર નોંધાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. કૉમનવેલ્થ ગેમ્સની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર તે ભારતનો પહેલો ખેલાડી બન્યો છે. આ તેની પહેલી જ કૉમનવેલ્થ ગેમ્સ હતી. 
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવરગાવ ગામના ડુંગળી ખેડૂતના પુત્ર સર્વેશ કુશારેએ પોતાનો સ્કૂલના દિવસોમાં મકાઈના ભૂસા, કપાસ અને કૃષિકચરામાંથી બનાવેલા કામચલાઉ લૅન્ડિંગ પિટ્સનો ઉપયોગ કરીને હાઈ જમ્પનો અભ્યાસ કર્યો હતો.
૨૦૧૬માં ભારતીય સેનામાં નાયબ સૂબેદાર તરીકે જોડાયો એ પછી તેની કરીઅરમાં મોટો વળાંક આવ્યો અને તેને પ્રોફેશનલ કોચિંગ મળવા લાગ્યું હતું. તેણે સાઉથ એશિયન ગેમ્સ ૨૦૧૯માં ગોલ્ડ મેડલ અને ૨૦૨૩ની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

sports news sports commonwealth games maharashtra nashik