સાત્વિક-ચિરાગ અને પી. વી. સિંધુએ ચાઇના માસ્ટર્સની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મારી

19 September, 2025 11:20 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ જીત સાથે સિંધુએ થાઇ શટલર સામેનો પોતાનો મૅચ રેકૉર્ડ સુધારીને ૬-૫ કર્યો છે.‍

સાત્વિક-ચિરાગ અને પી. વી. સિંધુ

ભારતીય સ્ટાર શટલર પી. વી. સિંધુએ ગુરુવારે છઠ્ઠી ક્રમાંકિત થાઇલૅન્ડની પ્લેયર પોર્નપાવી ચોચુવોંગ સામે સીધી ગેમમાં વિજય મેળવીને ચાઇના માસ્ટર્સ સુપર 750 બૅડ્‍મિન્ટન ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા સિંધુએ પોતાની પ્રતિસ્પર્ધીને માત્ર ૪૧ મિનિટમાં ૨૧-૧૫, ૨૧-૧૫થી હરાવી હતી. આ જીત સાથે સિંધુએ થાઇ શટલર સામેનો પોતાનો મૅચ રેકૉર્ડ સુધારીને ૬-૫ કર્યો છે.‍

હૉન્ગકૉન્ગ ઓપનની ફાઇનલમાં પહોંચેલી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ચાઇનીઝ તાઇપેઇની જોડી હ્‍સિયાંગ ચીહ ચીઉ અને વાંગ ચી-લિનને ૩૨ મિનિટમાં ૨૧-૧૩, ૨૧-૧૨થી હરાવીને ક્વૉર્ટર-ફાઇનલમાં એન્ટ્રી મારી હતી.

sports news sports pv sindhu india china badminton news