18 November, 2026 08:59 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
૧૦મી વખત SAFF ચૅમ્પિયનશિપ જીત્યું ભારત
સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF) ચૅમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ભારતની B ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ૨-૧થી જીત મેળવી હતી. પાકિસ્તાને ૪૬મી મિનિટે અને ભારતે ૬૦મી, ૮૮મી મિનિટે ગોલ કર્યા હતા. ટુર્નામેન્ટની ૧૫ સીઝનમાં ભારતે રેકૉર્ડ ૧૦મી વખત ટાઇટલ જીત્યું છે. હૅટ-ટ્રિક ટાઇટલ જીતનાર ભારત પહેલી ટીમ પણ બની છે.
બંગલાદેશમાં આયોજિત બ્લાઇન્ડ મેન્સ એશિયા કપ 2026માં ગઈ કાલની લીગ મૅચમાં ભારતને પાકિસ્તાન સામે ૧ વિકેટે હાર મળી હતી. ભારતીય ટીમે ૧૭૯-૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૧૮૦-૯નો સ્કોર કરીને મૅચ જીતી લીધી હતી. ભારતે શ્રીલંકાને હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. ભારત હવે અંતિમ લીગ મૅચ ૧૯ નવેમ્બરે બંગલાદેશ સામે રમશે.૨૦ નવેમ્બરે ફાઇનલ મૅચ રમાશે.
સાઉથ આફ્રિકા અને બંગલાદેશ વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચના ત્રીજા દિવસે વરસાદને કારણે માત્ર ૨૮ ઓવર રમાઈ હતી. બીજા દિવસના અંતે ૬૨ ઓવર સુધીમાં ૨૮૭-૪ નો સ્કોર કરનાર યજમાન સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે ૯૦ ઓવર સુધીમાં ૩૮૬-૭નો સ્કોર કર્યો હતો. જોહનિસબર્ગમાં પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશે ૧૦૧.૨ ઓવરમાં ૪૦૦-૧૦નો સ્કોર કર્યો હતો. સાઉથ આફ્રિકા આ મૅચમાં માત્ર ૧૪ રનની પાછળ છે.