Olympics:ભારતીય ટીમને 41 વર્ષ બાદ હૉકીમાં કાંસ્ય પદક,PM સહિત આ નેતાઓએ આપી વધામણી

05 August, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હૉકી ટીમની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ તેમને વધામણી આપી છે.

તસવીર સૌજન્ય પીટીઆઇ

ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમે ઇતિહાસ રચ્યો છે. 41 વર્ષથી મેડના દુકાળને ખતમ કરતાં ટીમ ઇન્ડિયાએ કાંસ્ય પદક પોતાને નામે કર્યો છે. ભારતીય ટીમે જર્મનીને 5-4થી હરાવીને પદક પર કબજો મેળવ્યો છે. હૉકી ટીમની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ તેમને વધામણી આપી છે.

પીએમ મોદીએ હૉકી ટીમને વધામણી આપતા ટ્વીટ કર્યું, "ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની સ્મૃતિમાં જળવાશે. કાંસ્ય પદક જીતવા માટે આપણી પુરુષ હૉકી ટીમને વધામણી. ભારતને પોતાની હૉકી ટીમ પર ગર્વ છે."

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ભારતીય ટીમને જીતની વધામણી આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટમાં લખ્યું છે કે, "આપણી પુરુષ હૉકી ટીમને 41 વર્ષ બાદ હૉકીમાં ઑલિમ્પિક પદક જીતવા માટે વધામણી. આ ઐતિહાસિક જીત હૉકીમાં એક નવા યુગની શરૂઆત કરશે અને યુવાનોને રમતમાં આગળ વધવા અને ઉત્કૃષ્ટતા મેળવવા પ્રેરિત કરશે."

ગૃહમંત્રી અમિત શાહે ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમને મળેલી ઐતિહાસિક જીત પર વધામણી આપતા કહ્યું, "પ્રત્યેક ભારતીય માટે ખૂબ જ ગર્વ અને ખુશીની ક્ષણો છે કે આપણી પુરુષ હૉકી ટીમે #Tokyo2020માં કાંસ્ય પદક જીત્યો છે. તમે આખા દેશને ગૌરવાન્વિત કર્યો છે."

ઑલ્મ્પિકમાં કાંસ્ય પદક જીતવા પર કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ વધામણી આપી છે. તેમણે કહ્યું, ભારતીય હૉકી ટીમને ખૂબ જ વધામણી જેમણે 135 કરોડ ભારતીયોને ચહેરા પણ ખુશી આપી. ટીમે પોતાના પ્રદર્શન દ્વારા પદક જીતીને 135 કરોડ ભારતીયોનું મન પણ જીત્યું છે. 41 વર્ષ પછી ભારતીય પુરુષ હૉકી ટીમે ફરી એકવાર મેડલ જીત્યો છે આ માટે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આને ઐતિહાસિક જીત જણાવતા કહ્યું, "41 વર્ષના લાંબા સમય પછી દેશને ઑલિમ્પિક પદક અપાવવા માટે ભારતીય પુરુષ હૉકી ટીમને વધામણી. આ ઐતિહાસિક જીત ખેલાડીઓની પેઢીને પ્રેરિત કરશે." 

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભારતીય પુરુષ હૉકી ટીમને વધામણી આપતા ટ્વીટ કર્યું છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરતા લખ્યું છે કે, 

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી એ પણ ટ્વીટ કરીને ભારતીય હૉકી ટીમને વધામણી આપી છે.

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતે પુરુષ હૉકીમાં 4 દાયકા બાદ કાંસ્ય પદક જીત્યો છે. ભારતે જર્મનીને 5-4થી માત આપી છે. સિમરનજીત સિંહે 3 ગોલ કર્યા. ટીમ ઇન્ડિયાની શરૂઆત આ મુકાબલે ખરાબ રહી પણ તેણે સતત ગોલ કરીને કમબૅક કર્યું. પણ ત્યાર બાદ જર્મનીએ બે વધુ ગોલ કરી દબાણ બનાવ્યું. પણ ટીમ ઇન્ડિયાએ જબરજસ્ત કમબૅક કરતા માત્ર 2 મિનિટમાં મેચને 5-4ની લીડ પર પહોંચાડી. જર્મનિએ મેચની પહેલી મિનિટમાં જ ગોલ કર્યો હતો. જર્મની તરફથી Timur Oruzએ આ ફીલ્ડ ગોલ કર્યું, ત્યાર બાદ જર્મની 1-0થી આગળ હતી. ટીમ ઇન્ડિયા પાસે જ્યારે જવાબી હુમલો કરવાની તક હતી, ત્યારે તે ચૂકી. ભારતને પાંચમી મિનિટે પેનલ્ટી કૉર્નર મળ્યું. પણ રુપિંદર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. રુપિંદર નિરાશ દેખાયા. તે ઇન્જેક્શનથી ખુશ ન દેખાયા.

sports news sports tokyo olympics 2020 national news