ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીનું નેતૃત્વ પહેલી વાર એક મહિલા કરશે

21 March, 2025 10:33 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

કર્સ્‌ટી કૉવેન્ટ્રી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)ની નવી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે. આ સંસ્થાના ઑલમોસ્ટ ૧૩૧ વર્ષના ઇતિહાસમાં એનું નેતૃત્વ કરનારી તે પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન બની છે. ૪૧ વર્ષની ઉંમરે આ પદ સંભાળનાર સૌથી નાની ઉંમરની પ્રમુખ પણ છે

કર્સ્‌ટી કૉવેન્ટ્રી

ઝિમ્બાબ્વેની ભૂતપૂર્વ ગોલ્ડ મેડલિસ્ટ સ્વિમર કર્સ્‌ટી કૉવેન્ટ્રી આ પદ સંભાળનારી યંગેસ્ટ પ્રમુખ બનશે. કર્સ્‌ટી કૉવેન્ટ્રી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)ની નવી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે. આ સંસ્થાના ઑલમોસ્ટ ૧૩૧ વર્ષના ઇતિહાસમાં એનું નેતૃત્વ કરનારી તે પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન બની છે. ૪૧ વર્ષની ઉંમરે આ પદ સંભાળનાર સૌથી નાની ઉંમરની પ્રમુખ પણ બનશે છે. પાંચ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલી કર્સ્‌ટી આ સંસ્થાના દસમા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે.

ઝિમ્બાબ્વેની સ્વિમર તરીકે તે ૨૦૦૪ અને ૨૦૦૮માં બે ગોલ્ડ મેડલ સહિત સાત મેડલ જીતી હતી. તેણે અગાઉ તેના દેશના સ્પોર્ટ્‌સ મિનિસ્ટર તરીકે સેવા આપી છે. તે થોમસ બાકનું સ્થાન લેશે જેઓ ૧૨ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ૨૩ જૂને રાજીનામું આપશે.

Olympics paris olympics 2024 gujarati mid-day international news sports news news