17 August, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોલિવૂડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ૭૯મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી છે
આજે આખો ભારત (India) દેશ ૭૯મા સ્વતંત્રતા દિવસ (79th Independence Day)ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે બોલિવૂડ સેલેબ્ઝે ફેન્સને આ અવસરે શુભેચ્છા આપી છે અને સોશ્યલ મીડિયા (Social Media) દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો છે.
૧૫ ઓગસ્ટના રોજ, ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળ્યાને ૭૮ વર્ષ થઈ ગયા છે. દરેક ભારતીય આ ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યો છે અને દરેક વ્યક્તિ એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, મોહનલાલ અને પ્રકાશ રાજ જેવા કલાકારો શામેલ છે.
ચાલો જાણીએ સેલિબ્રિટીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતા શું કહ્યું…
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે તેના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં તે બીચ સફાઈ કામદારો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતો જોવા મળે છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસે ત્રિરંગાનો વીડિયો શેર કરીને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
અનુપમ ખેરે એક વીડિયો સંદેશમાં લખ્યું, `હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણો દેશ દિવસમાં દરેક દિશામાં કૂદકે ને ભૂસકે અને રાત્રે ચાર ગણો પ્રગતિ કરે. જય હિંદ.`
કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે, ‘હેપી ઇન્ડિપેન્ડસ ડે.’
અભિનેતા સોનુ સૂદે બોર્ડર પરની કેટલીક તસવીરો શેર કરીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે.
કંગના રણોતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અને પોસ્ટમાં સ્વતંત્રતા દિવસની દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા આપી છે.
સુનિલ શેટ્ટીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે અને દેશના બહાદુર સૈનિકોની બહાદુરીને સલામ કરી છે.
અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આપણા હૃદયમાં સ્વતંત્રતા, આપણા આત્મામાં ગર્વ. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિંદ!’
કિરણ ખેરે રાષ્ટ્રધ્વજ સાથેના પોતાના ફોટા શેર કર્યા અને લખ્યું, ‘સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.’
જેકી શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર જય હિંદ લખ્યું છે અને સાથે જ એક તસવીર શૅર કરી છે.
પરમ સુંદરીના સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરે એક વીડિયો દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે.
પીઢ અભિનેત્રી હેમા માલિનીએ ‘હર ઘર ત્રિરંગા’ની પહેલ કરીને શુભેચ્છા આપી છે.
રાજ કુમાર રાવે લખ્યું છે કે, ‘સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આપણી અને આપણા રાષ્ટ્રની રક્ષા માટે આપણા ભારતીય સશસ્ત્ર દળોના અતૂટ હિંમત, સમર્પણ અને નિઃસ્વાર્થ બલિદાન બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા. જય હિન્દ.’
અભિનેતા પ્રકાશ રાજે પોતાના એક્સ એકાઉન્ટ પર ભારતીય ધ્વજના રંગોમાં ભારતીય ધ્વજનો ગ્રાફિક શેર કરીને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘જ્યારે લોકોની સ્વતંત્રતા જોખમમાં હોય છે, ત્યારે તેમણે ચૂપ રહેવાને બદલે બોલવું જોઈએ.’
સાઉથના સુપરસ્ટાર કમલ હાસને પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે કે, `જે હિંમતે આપણને આઝાદી આપી, એ જ હિંમત હવે આપણને દરેક ગામ, દરેક શહેર, દરેક મનમાં પ્રગતિ આપે. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિન્દ.`
મોહનલાલે ઝંડા વંદન કરતી તસવીરો શેર કરી છે.
મહેશ બાબુએ એક તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી છે.
આ વર્ષે દેશ ૭૯મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે.