22 August, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગણ
અજય દેવગન લાંબા સમયથી પોતાની ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મ ‘રેન્જર’ પર કામ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે ૪ ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. રિલીઝને હવે લગભગ ત્રણેક મહિના બાકી છે ત્યારે સમાચાર આવ્યા છે કે ફિલ્મનો ક્લાઇમૅક્સ ફરી શૂટ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સીનનું ડિરેક્શન ખુદ અજય દેવગન કરી રહ્યો છે.
‘રેન્જર’ની ટીમને લાગ્યું કે અંતિમ ઍક્શન સીનને વધુ જબરદસ્ત બનાવવાની જરૂર છે. તેથી ક્લાઇમૅક્સને ફરીથી શૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સીન ડિરેક્ટ કરવા માટે અજયને વિનંતી કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને સંજય દત્ત ઉપરાંત તમન્ના ભાટિયા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.