અજય સારો કુક છે, પરંતુ આંગળીનો વધુ ઉપયોગ નથી કરતો : કાજોલ

20 October, 2021 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગન હાલમાં જ ‘ઇન્ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’ સાથેના શોમાં હાજરી આપવાને કારણે ચર્ચામાં રહ્યો હતો.

અજય સારો કુક છે, પરંતુ આંગળીનો વધુ ઉપયોગ નથી કરતો : કાજોલ

કાજોલનું કહેવું છે કે પતિ અજય દેવગન ખૂબ જ સારો કૂક છે, પરંતુ આંગળીઓથી બધું પકડવાનું ટાળે છે. અજય દેવગન હાલમાં જ ‘ઇન્ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’ સાથેના શોમાં હાજરી આપવાને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ વિશે વાત કરતાં કાજોલે કહ્યું હતું કે ‘અજય વિશે હું કેટલાંક એવાં સીક્રેટ્સ બતાવવા માગું છું જે મોટા ભાગના લોકો નથી જાણતા. એમાંનું એક છે કે તે ખૂબ સારો કૂક છે. બીજી વસ્તુ એ છે કે તેની બૉર્ડરલાઇન ઓસીડી છે જેને કારણે તે આંગળીઓથી વધુ પકડવાનું ટાળે છે. તેના મત મુજબ તે તેની આંગળીઓમાંથી જે-તે વસ્તુની સ્મૅલ દૂર નથી કરી શકતો.’

bollywood news bollywood bollywood gossips entertainment news ajay devgn kajol