ઐતિહાસિક થ્રિલર ફિલ્મમાં અક્ષય કુમાર અને રાણા દગ્ગુબટી જોવા મળશે એકસાથે

25 April, 2026 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હાલમાં રિલીઝ થઈ છે અને હવે તે ટૂંક સમયમાં એક મોટા બજેટની ઐતિહાસિક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથનો ઍક્ટર રાણા દગ્ગુબટી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. 

ઐતિહાસિક થ્રિલર ફિલ્મમાં અક્ષય કુમાર અને રાણા દગ્ગુબટી જોવા મળશે એકસાથે

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હાલમાં રિલીઝ થઈ છે અને હવે તે ટૂંક સમયમાં એક મોટા બજેટની ઐતિહાસિક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથનો ઍક્ટર રાણા દગ્ગુબટી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. 
રિપોર્ટ મુજબ આ ફિલ્મની વાર્તા ઉજ્જૈનની રહસ્યમય પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. ફિલ્મમાં રાણા દગ્ગુબટી લીડ રોલમાં હશે, જ્યારે અક્ષય કુમાર પણ મહત્ત્વનું પાત્ર ભજવશે. મેકર્સ આ પ્રોજેક્ટમાં એક મોટું સરપ્રાઇઝ પણ રાખી રહ્યા છે. ચર્ચા છે કે કોઈ ટૉપ હીરો આ ફિલ્મમાં કૅમિયો કરી શકે છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ પ્રોજેક્ટને ધર્મા પ્રોડક્શન્સનો સપોર્ટ મળ્યો છે.

akshay kumar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news rana daggubati ujjain