02 March, 2026 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન અને અક્ષય કુમારની ફાઇલ તસવીર
અક્ષય કુમાર અને સૈફ અલી ખાન હવે આગામી ફિલ્મ ‘હૈવાન’માં સાથે કામ કરતા જોવા મળશે. હવે માહિતી મળી છે કે આ ફિલ્મના નિર્માતાઓએ રિલીઝ પહેલાં જ ૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ રીતે પોતાના બજેટનો ૭૦ ટકા કરતાં વધુ હિસ્સો વસૂલ કરી લીધો છે. રિપોર્ટ પ્રમાણે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાએ ફિલ્મના નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ ૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે જેમાં સૅટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક હકોનો સમાવેશ થાય છે. ડિજિટલ રાઇટ્સ માટે અનેક OTT પ્લૅટફૉર્મ્સ વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ સૌથી ઊંચી બોલી સોની નેટવર્ક તરફથી આવી. આ સોદાને કારણે ફિલ્મે પોતાનો મોટો બજેટ ભાગ પહેલેથી જ રિકવર કરી લીધો છે.
અક્ષયની ‘હૈવાન’ આ જ વર્ષે ઑગસ્ટમાં રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું છે. આ ફિલ્મ પ્રિયદર્શનની જ એક મલયાલમ ફિલ્મની રીમેક છે. મૂળ મલયાલમ ફિલ્મને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને એમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા. હવે ફરી એક વખત આ વાર્તાને હિન્દી પ્રેક્ષકો માટે નવા અંદાજમાં રજૂ કરવામાં આવી રહી છે.