24 April, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેરલમ પહોંચ્યાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન
અક્ષય કુમાર અને વિદ્યા બાલન નજીકના ભવિષ્યમાં ડિરેક્ટર અનીસ બઝમીની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રાશિ ખન્ના પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મની ટીમ હવે આગળના શેડ્યુલ માટે કેરલમ પહોંચી છે. અક્ષય કુમારે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે અને વિદ્યા બાલન વિમાનમાં ચડતાં જોવા મળે છે. આ વિડિયો સાથે અક્ષયે કૅપ્શન લખી છે કે ‘હવે આગળનું સ્ટૉપ ‘ગૉડ્સ ઓન કન્ટ્રી’ કેરલમ છે અને આ વિદ્યા સાથેની મારી ચોથી ફિલ્મ છે. આશા છે કે અમારી જોડી પાછો જાદુ સર્જશે.’