29 December, 2025 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને વિદ્યા બાલન
‘ભૂલભુલૈયા’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મમાં પોતાની શાનદાર કેમિસ્ટ્રીથી દર્શકોનાં દિલ જીતી લેનાર અક્ષય કુમાર અને વિદ્યા બાલનની જોડીને ડિરેક્ટર અનીસ બઝમીએ પોતાની આગામી ફિલ્મ માટે સાઇન કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે આ અન-ટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ ૧૯ જાન્યુઆરીથી મુંબઈમાં શરૂ થવાનું છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનો કન્સેપ્ટ સાઉથની તેલુગુ ફિલ્મ ‘સંક્રાન્તિ કી વસ્તુંનમ’ પરથી લેવામાં આવ્યો છે. પ્રોડ્યુસરે ૯૧ કરોડ રૂપિયામાં સાઉથની ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે હકીકતમાં આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘સંક્રાન્તિ કી વસ્તુંનમ’ની રીમેક નથી. હકીકતમાં ફિલ્મનો મૂળ વિચાર તેલુગુ ફિલ્મમાંથી લેવામાં આવ્યો છે, પરંતુ તેને હિન્દી દર્શકોના ટેસ્ટ મુજબ સંપૂર્ણ રીતે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.