10 September, 2026 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
ગઈ કાલે અક્ષય કુમારની ૫૯મી વર્ષગાંઠ હતી. આ દિવસે અક્ષયે પોતાના ફૅન્સ માટે આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી તેને નેગેટિવ રોલમાં ચમકાવતી પોતાની આગામી ફિલ્મ ‘હૈવાન’ની ઝલક શૅર કરીને તેમનો આભાર માન્યો છે અને એની સાથે એક મોટું વચન પણ આપ્યું છે.
પોતાના જન્મદિવસના અવસરે અક્ષય કુમારે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે ‘એક નાની વાત, મારા જન્મદિવસ પર... જે સારું દેખાય છે એ હંમેશાં સારું નથી હોતું અને જે ખરાબ દેખાય છે એ હંમેશાં ખરાબ નથી હોતું. મને ‘હૈવાન’એ કદાચ આ જ વાત શીખવી છે. તમે આટલાં વર્ષોમાં મને જે પ્રેમ આપ્યો છે એના માટે આભાર. આ શુક્રવારે હું તમને મારું એક એવું રૂપ બતાવીશ જે તમે પહેલાં ક્યારેય જોયું નહીં હોય. થિયેટરમાં મળીશું. પ્રેમ અને દુઆઓ સાથે...અક્ષય.’