હૈવાનનો અક્ષય કુમાર અને સૈફ અલી ખાનનો ફર્સ્ટ લુક જાહેર

17 July, 2026 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ ૨૦ વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક વાર ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’માં સાથે જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનાં કૅરેક્ટર પોસ્ટર્સ જાહેર કર્યાં હતાં જેમાં બન્ને કલાકારોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

હૈવાનનો અક્ષય કુમાર અને સૈફ અલી ખાનનો ફર્સ્ટ લુક જાહેર

લગભગ ૨૦ વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક વાર ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’માં સાથે જોવા મળશે. હાલમાં ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનાં કૅરેક્ટર પોસ્ટર્સ જાહેર કર્યાં હતાં જેમાં બન્ને કલાકારોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ પોસ્ટર પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મની વાર્તા રહસ્ય અને સસ્પેન્સથી ભરપૂર હશે. ‘હૈવાન’માં સૈફ અલી ખાનનો લુક ખૂબ જ ગંભીર અને રહસ્યમય દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સૈફ પહેલી વખત નૉર્મલ દૃષ્ટિક્ષમતા ન ધરાવતી વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર લાંબી અને ઘેરી દાઢી, માથા પર ટોપી અને ગંભીર ચહેરા સાથે જોવા મળે છે. તેનો ચહેરો લગભગ અંધકારમાં છુપાયેલો છે અને તે કૅમેરા તરફ જોઈ રહ્યો છે.
આ ફિલ્મના પોતાના પાત્ર વિશે વાત કરતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘ફિલ્મનું મારું પાત્ર શારીરિક પડકારોનો સામનો કરે છે, પણ એમ છતાં તે ઍક્શન હીરો તરીકે ઊભરી આવે છે. મારી આ ભૂમિકામાં ભારતીય ‘બ્લાઇન્ડ સમુરાઈ’ની ઝલક જોવા મળે છે. જૅપનીઝ સિનેમામાં આવાં પાત્રો ખૂબ લોકપ્રિય છે અને હવે ભારતીય દર્શકોને પણ આવો જ અનોખો અનુભવ મળશે. મારું પાત્ર માત્ર ઍક્શન પૂરતું સીમિત નથી, એમાં ઊંડી લાગણીઓ પણ છે. આના કારણે દર્શકો એની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકશે.’

akshay kumar saif ali khan upcoming movie latest films indian films entertainment news bollywood news bollywood buzz bollywood controversies bollywood gossips bollywood events bollywood