મંજુલિકાના ખોફથી ૬ વર્ષ સુધી ડરતો રહ્યો હતો અક્ષય કુમારનો દીકરો

15 April, 2026 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયે દીકરા આરવના આ વર્તન પાછળનું કારણ જણાવતાં કહ્યું કે આરવને હંમેશાં વિદ્યા બાલનમાં ‘મંજુલિકા’ જ દેખાતી હતી

અક્ષયનો દીકરો આરવ વિદ્યા બાલનના ‘મંજુલિકા’ પાત્રથી એટલો ડરી ગયો કે લગભગ ૬ વર્ષ સુધી તે વિદ્યાને મળવાથી કતરાતો રહ્યો

આ દિવસોમાં અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ ‘ભૂત બંગલા’ને કારણે ચર્ચામાં છે અને તેણે જણાવ્યું છે કે ‘ભૂત બંગલા’ એક હૉરર-ફૅન્ટસી ફિલ્મ છે જેને બાળકોને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવી છે. આ ફિલ્મના પ્રમોશન વખતે અક્ષય કુમારે પોતાના દીકરા આરવ સાથે જોડાયેલો મજેદાર કિસ્સો પણ શૅર કર્યો હતો. અક્ષય કુમારે કહ્યું કે જ્યારે આરવે પહેલી વાર ‘ભૂલભુલૈયા’ જોઈ ત્યારે તે વિદ્યા બાલનના ‘મંજુલિકા’ પાત્રથી એટલો ડરી ગયો કે લગભગ ૬ વર્ષ સુધી તે વિદ્યાને મળવાથી કતરાતો રહ્યો અને જ્યારે પણ વિદ્યા તેમના ઘરે આવતી ત્યારે આરવ તેને મળવાનો ઇનકાર કરી દેતો અને તેની આંખોમાં પણ જોતો નહીં.

અક્ષયે દીકરા આરવના આ વર્તન પાછળનું કારણ જણાવતાં કહ્યું કે આરવને હંમેશાં વિદ્યા બાલનમાં ‘મંજુલિકા’ જ દેખાતી હતી જેના કારણે તે ખૂબ ડરી જતો હતો અને આરવના મનમાંથી આ ડર લાંબા સમય સુધી ગયો નહોતો.

bhool bhulaiyaa akshay kumar vidya balan entertainment news bollywood bollywood news