‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું કર્યું અક્ષયકુમારે

10 October, 2021 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બેલ બૉટમ’ બાદ અક્ષયકુમાર અને રણજિત એમ. તિવારીની આ બીજી ફિલ્મ છે

‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું

અક્ષયકુમારે તેની આગામી ફિલ્મ ‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને રણજિત એમ. તિવારીએ ડિરેક્ટ કરી છે. ‘બેલ બૉટમ’ બાદ અક્ષયકુમાર અને રણજિત એમ. તિવારીની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મને પણ વાશુ ભગનાણી અને જૅકી ભગનાણીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘પ્રોડક્શન 41’ છે, પરંતુ એનું નામ ‘સિન્ડ્રેલા’ પણ રાખવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું હતું. અક્ષયકુમારની સાથે આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘વિશ્વાસ નથી બેસતો કે ‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું કરી લેવામાં આવ્યું છે. પ્રેમાળ ટીમ સાથે ફિલ્મનું શૂટિંગ અને એને પૂરી કરવાની યાદગાર જર્ની બદલ આભારી છું. તમે આપેલા પ્રેમ, સ્માઇલ અને ફન માટે આભાર.’

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar rakul preet singh