હવે ફાઇનલ... `પુષ્પા 2 : ધ રૂલ` પાંચમી ડિસેમ્બરે આવે છે

25 October, 2024 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના હીરો અલ્લુ અર્જુને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું એક નવું પોસ્ટર શૅર કરીને આ જાહેરાત કરી હતી

ફિલ્મનો સીન

જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે એ ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ આ વર્ષે પાંચમી ડિસેમ્બરે રિલીઝ થશે એવી જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. ફિલ્મના હીરો અલ્લુ અર્જુને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું એક નવું પોસ્ટર શૅર કરીને આ જાહેરાત કરી હતી. આ પોસ્ટરમાં તે પાઇપ દ્વારા ધૂમ્રપાન કરી રહ્યો છે અને પોતાની ગનને તાકી રહ્યો છે. અગાઉ આ ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરે આવવાની હતી, પણ હવે એક દિવસ વહેલી આવશે.

૨૦૨૧માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રાઇઝ’ની આ સીક્વલની રિલીઝ આમ તો ક્યારથી ટળી રહી છે. પહેલાં એ એપ્રિલ ૨૦૨૪માં આવવાની હતી, પછી ૧૫ ઑગસ્ટનું નક્કી થયું હતું અને ત્યાર બાદ છઠ્ઠી ડિસેમ્બર નક્કી થઈ હતી. ગઈ કાલે જોકે ફાઇનલ તારીખ પાંચમી ડિસેમ્બરની આવી છે.

pushpa allu arjun upcoming movie box office entertainment news bollywood bollywood news