26 November, 2026 03:27 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
આરવ ભાટિયા અને અનન્યા પાંડે
અક્ષય કુમારનો દીકરો આરવ ભાટિયા ભલે અત્યારે ફિલ્મોથી દૂર હોય, પણ પોતાની સ્ટાઇલ અને ફૅશન-સેન્સને કારણે અવારનવાર ચર્ચામાં આવી જાય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આરવની કેટલીક ખાસ તસવીરો જોવા મળી હતી. આ તસવીરો જયપુરમાં યોજાયેલા ‘300 યર્સ ઑફ જયપુર’ સમારોહની છે, જેમાં આરવ પોતાના ખાસ રૉયલ અંદાજમાં જોવા મળ્યો હતો. આરવનો આ ડ્રેસ જાણીતા ડિઝાઇનર રોહિત બાલે તૈયાર કર્યો હતો. આરવની આ તસવીર અને રૉયલ લુક ફૅન્સને બહુ પસંદ પડ્યો અને અનન્યા પાંડેએ તો આ તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘ઓકે, ઑબ્સેસ્ડ.’ અનન્યાની આ કમેન્ટ પરથી સ્પષ્ટ હતું કે તેને આરવનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આરવ અને અનન્યાની મિત્રતા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં અનન્યા અને આરવ સાથે વેકેશન માણતાં જોવા મળ્યાં હતાં જ્યાં બન્નેએ સાથે મળીને બેકિંગ પણ કર્યું હતું.