અરબાઝ ખાને ૧૧ વર્ષ પહેલાં ખરીદેલો ફ્લૅટ ડબલ કિંમતે વેચીને ૩+ કરોડ રૂપિયાનો નફો કર્યો

10 May, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનના ભાઈ અને ઍક્ટર અરબાઝ ખાને પોતાની એક પ્રૉપર્ટી વેચીને જોરદાર કમાણી કરી છે. પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ અરબાઝે અંધેરી-વેસ્ટમાં ઇન્ફિનિટી મૉલ નજીક આવેલા રુણવાલ એલિગન્ટના ટાવર Bમાં આવેલો પોતાનો ફ્લૅટ ૬.૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે.

અરબાઝ ખાન

સલમાન ખાનના ભાઈ અને ઍક્ટર અરબાઝ ખાને પોતાની એક પ્રૉપર્ટી વેચીને જોરદાર કમાણી કરી છે. પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ અરબાઝે અંધેરી-વેસ્ટમાં ઇન્ફિનિટી મૉલ નજીક આવેલા રુણવાલ એલિગન્ટના ટાવર Bમાં આવેલો પોતાનો ફ્લૅટ ૬.૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે. રિપોર્ટ મુજબ આ ફ્લૅટ વેચવાથી તેને ૩ કરોડ રૂપિયાથી વધુનો નફો થયો છે.
અરબાઝે આ ફ્લૅટ મે ૨૦૧૫માં રુણવાલ ગ્રુપ પાસેથી ૩.૩૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ સમયે ૧૬.૯૨ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવાઈ હતી. હાલની વેચાણકિંમત મુજબ છેલ્લાં ૧૧ વર્ષમાં આ અપાર્ટમેન્ટની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે.

આ ડીલ પાંચમી મેએ રજિસ્ટર થઈ હતી. ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૩૬૯ સ્ક્વેર ફુટ છે અને એમાં બે કાર-પાર્કિંગની સુવિધા છે. ખરીદદારે આ ડીલ માટે ૩૯ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવી છે.

Salman Khan arbaaz khan real estate andheri bollywood buzz bollywood news bollywood entertainment news