અર્જુન કપૂર અને તારા સુતરિયા સાથે ‘એક વિલન રિટર્ન્સ’ની શરૂઆત કરી મોહિત સૂરિએ

09 July, 2021 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું.

ગઈ કાલથી મુંબઈમાં શૂટિંગ શરૂ કર્યું

મોહિત સૂરિએ અર્જુન કપૂર અને તારા સુતરિયા સાથે તેની આગામી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ શરૂ કર્યું છે. ‘એક વિલન’ની આ સીક્વલને ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવશે. કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. જોકે લૉકડાઉનના નિયમોમાં છૂટ આપવામાં આવતાં ફરી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. પહેલું શેડ્યુલ જૉન એબ્રાહમ અને દિશા પાટણી સાથે કરવામાં આવ્યું હતું, બીજું શેડ્યુલ ગોવામાં કરવામાં આવ્યું હતું. ત્રીજા શેડ્યુલમાં અર્જુન કપૂર અને તારા સુતરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ગઈ કાલથી મુંબઈમાં શૂટિંગ શરૂ કર્યું હતું. શૂટિંગના ફોટોને ફિલ્મની કાસ્ટ અને ટીમ દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હતા.

bollywood news entertainment news arjun kapoor Tara Sutaria