✕

આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ઉડતા તીર નેપાલમાં રિલીઝ નહીં થઈ શકે

20 October, 2026 01:01 PM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૩ ઑક્ટોબરે ભારત સહિત અનેક દેશોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે હવે જાણવા મળ્યું છે.

આયુષ્માન અને સારાની ફિલ્મ પર પ્રતિબંધ

આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૩ ઑક્ટોબરે ભારત સહિત અનેક દેશોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે હવે જાણવા મળ્યું છે કે ભારતના પડોશી દેશ નેપાલમાં ‘ઉડતા તીર’ રિલીઝ થઈ શકશે નહીં કારણ કે નેપાલ સરકારે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી નથી.
મળતી માહિતી પ્રમાણે નેપાલ સરકારના મિનિસ્ટ્રી ઑફ કમ્યુનિકેશન્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના સેક્શન ઑફિસર વિશાલ ભંડારીએ નિર્માતાઓને પત્ર લખીને જાણ કરી છે કે ‘ઉડતા તીર’ને નેપાલમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, કારણ કે એની વિષયવસ્તુ કાયદાની કલમ હેઠળ પ્રતિબંધિત વિષયવસ્તુની શ્રેણીમાં આવે છે.

‘ઉડતા તીર’ની વાર્તા એક એવા પાકિસ્તાની જાસૂસની આસપાસ ફરે છે જે ભારતમાં જાસૂસી કરવા આવે છે, પણ અહીં આવ્યા બાદ પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. ત્યાર બાદ તે પોતાને ભારતનો દેશભક્ત નાગરિક માનવા લાગે છે અને સરહદ પારથી ઘડવામાં આવતાં કાવતરાં તથા ત્યાંથી આવતા આતંકવાદીઓ વિરુદ્ધ જ કાર્યવાહી શરૂ કરી દે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં અનેક રમૂજી પ્રસંગો સર્જાય છે જેને કારણે ફિલ્મમાં ભરપૂર કૉમેડી જોવા મળશે.

ayushmann khurrana sara ali khan upcoming movie pakistan nepal bollywood news bollywood gossips bollywood entertainment news