11 May, 2026 02:04 PM IST | Gir | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલપ્રીત સિંહે સાસણ ગીરમાં માણી જંગલ સફારીની મજા
‘પતિ, પત્ની ઔર વો દો’નાં કલાકારો આયુષમાન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહે ગીર સોમનાથ જિલ્લાના વિશ્વવિખ્યાત સાસણ ગીરના જંગલમાં એશિયાઈ સિંહો જોવાનો લહાવો માણ્યો હતો. રાજ્યના વન પ્રધાન અર્જુન મોઢવાડિયા, કૃષિપ્રધાન જિતુ વાઘાણી અને વન વિભાગના અધિકારીઓએ સ્ટાર્સનું સ્વાગત કર્યું હતું. આ જંગલ સફારી દરમ્યાન મહેમાનોએ આશરે ૧૫ સિંહ જોયા હતા.