દે દે પ્યાર દે 2 માટે અજયને મળી માધવન કરતાં ચાર ગણી ફી

14 November, 2025 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે અજય દેવગને ૪૦ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે જે આર. માધવનની ૯ કરોડની ફી કરતાં ચાર ગણી વધુ છે

ફાઇલ તસવીર

અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી કૉમેડી-રોમૅન્ટિક ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ના કલાકારોની ફી વિશે માહિતી મળી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે અજય દેવગને ૪૦ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે જે આર. માધવનની ૯ કરોડની ફી કરતાં ચાર ગણી વધુ છે. ફિલ્મની લીડ ઍક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે ૪.૫ કરોડ રૂપિયા મેળવ્યા છે, જ્યારે સપોર્ટિંગ રોલમાં જાવેદ જાફરીએ બેથી ત્રણ કરોડ વચ્ચે અને ગૌતમી કપૂરે એક કરોડ રૂપિયા ફી લીધી છે.

દે દે પ્યાર દે 2ની રિલીઝ પહેલાં રકુલ પ્રીત સિંહે લીધા સિદ્ધિવિનાયક મંદિરમાં આશીર્વાદ

રકુલ પ્રીત સિંહે ગઈ કાલે તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ની રિલીઝના આગલા દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણપતિના આશીર્વાદ લીધા. આ સમયે રકુલે પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તે અત્યંત સુંદર લાગી રહી હતી. રકુલે મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ ફોટોગ્રાફર્સ સાથે વાત કરી અને તેમને પ્રસાદ પણ આપ્યો.

ajay devgn r madhavan rakul preet singh latest films indian films entertainment news bollywood bollywood news