ધુરંધર : ધ રિવેન્જ બની ભારતમાં સૌથી ઝડપથી ૩૦૦ કરોડ રૂપિયા અને ૪૦૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરનારી ફિલ્મ

24 March, 2026 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર : ધ રિવેન્જ વીક-એન્ડ બાદ કમાણીના મામલે દુનિયામાં બની ગઈ નંબર 2

‘ધુરંધર : ધ રિવેન્જ’માં રણવીર સિંહ

‘ધુરંધર : ધ રિવેન્જ’એ હવે બૉક્સ-ઑફિસ પર નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. ફિલ્મે એના એક્સ્ટેન્ડેડ ઓપનિંગ વીક-એન્ડ દરમ્યાન તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મના પેઇડ પ્રિવ્યુ બુધવારે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થયા હતા અને રવિવાર સુધી આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી લીધી હતી. અનેક સ્થળોએ આ ફિલ્મના શો સતત ૨૪ કલાક ચાલતા હોવા છતાં થિયેટર્સમાં કૅપેસિટીને લગતી સમસ્યા જોવા મળી રહી છે જે ફિલ્મની ભારે ડિમાન્ડ દર્શાવે છે. ફિલ્મે એક્સ્ટેન્ડેડ વીક-એન્ડ દરમ્યાન નવા રેકૉર્ડ બનાવ્યા છે. રેકૉર્ડની વાત કરીએ તો ફિલ્મે સૌથી ઝડપી ૩૦૦ કરોડ રૂપિયા અને ૪૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે અને આ તો માત્ર શરૂઆત છે, કારણ કે આગળ પણ ઘણા રેકૉર્ડ તૂટવાની શક્યતા છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’નું પહેલા વીક-એન્ડમાં ભારતમાં નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કુલ ૪૪૩ કરોડ રૂપિયા જેટલું નોંધાયું છે.

ધુરંધર : ધ રિવેન્જના ભારતમાં નેટ કમાણીના આંકડા

બુધવાર (પેઇડ પ્રિવ્યુ) + ગુરુવાર

૧૪૦ કરોડ રૂપિયા

શુક્રવાર

૮૧ કરોડ રૂપિયા

શનિવાર

૧૦૯ કરોડ રૂપિયા

રવિવાર

૧૧૩ કરોડ રૂપિયા

ધુરંધર : ધ રિવેન્જ વીક-એન્ડ બાદ કમાણીના મામલે દુનિયામાં બની ગઈ નંબર 2

નિર્દેશક આદિત્ય ધરની ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક સફળતા મેળવી રહી છે. રિલીઝના પહેલા જ વીક-એન્ડમાં ફિલ્મે બૉલીવુડના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ઓવરસીઝ માર્કેટમાં પણ ફિલ્મે રેકૉર્ડબ્રેક શરૂઆત કરી હતી. ગલ્ફ દેશોમાં રિલીઝ ન થઈ હોવા છતાં ફિલ્મે આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ પ્રમાણે રવિવાર સુધીમાં ફિલ્મનું ઓવરસીઝ ઓપનિંગ વીક-એન્ડમાં કુલ ૨૦૬ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

વૈશ્વિક સ્તરે બાવીસ માર્ચના વીક-એન્ડ માટે ‘ધુરંધર : ધ રિવેન્જ’ વિશ્વની બીજા નંબરની ફિલ્મ બની છે. એ માત્ર રાયન ગોસ્લિંગની ફિલ્મ ‘પ્રોજેક્ટ હેઇલ મૅરી’થી પાછળ રહી છે, જ્યારે ‘રેડી ઑર નૉટ 2’ (૧૧૨ કરોડ રૂપિયા) અને ‘સ્ક્રીમ 7’ (અંદાજે ૯૮ કરોડ રૂપિયા) જેવી ફિલ્મોને એણે પાછળ મૂકી દીધી છે.

dhurandhar box office aditya dhar ranveer singh sara arjun akshaye khanna arjun rampal sanjay dutt r madhavan rakesh bedi entertainment news bollywood bollywood news