આદિત્ય ધર... બૉક્સ-ઑફિસ કા બાપ

25 March, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપરસ્ટાર રજનીકાન્તે ધુરંધર : ધ રિવેન્જનાં બેમોઢે વખાણ કર્યાં

સોશ્યલ મીડિયા પર રજનીકાન્તે ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં વખાણ કર્યાં

સુપરસ્ટાર રજનીકાન્તે હાલમાં ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં વખાણ કર્યાં અને એને મસ્ટ વૉચ ફિલ્મ ગણાવી. ફિલ્મ-ડિરેક્ટર આદિત્ય ધરે પણ રજનીકાન્તની આ લાગણીને પોતાની કારકિર્દીની ખાસ અને ભાવનાત્મક ક્ષણ ગણાવી. સોશ્યલ મીડિયા પર રજનીકાન્તે ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં વખાણ કરતાં લખ્યું હતું, ‘વૉટ અ ફિલ્મ... ધુરંધર 2! આદિત્ય ધર... બૉક્સ-ઑફિસ કા બાપ! રણવીર અને સમગ્ર કાસ્ટ તેમ જ ક્રૂને ખૂબ-ખૂબ અભિનંદન. દરેક ભારતીય માટે આ ફિલ્મ જોવી જરૂરી છે. જય હિન્દ.’

રજનીકાન્તનાં વખાણ પર પ્રતિક્રિયા આપતાં આદિત્ય ધરે લખ્યું હતું, ‘સર, અમે બધા મનોરંજનને ફક્ત તમારા એક જ બેન્ચમાર્કથી માપીને મોટા થયા છીએ. દાયકાઓથી અમને સીટી વગાડવા, હસાવવા, રડાવવા અને પછી એ જ સ્વૅગ અને ગ્રેસ સાથે આ બધું કરવું એ જાદુ છે. તમારું ‘ધુરંધર : ધ રિવેન્જ’ને મસ્ટ વૉચ કહેવું એ મારી જિંદગીની સૌથી મોટી સુપરસ્ટાર ક્ષણ જેવું લાગે છે. આ એ જ વ્યક્તિના આશીર્વાદ લાગે છે જેમણે આપણને સૌને મોટાં સપનાં જોતાં શીખવ્યું છે. શબ્દોથી પર આભારી છું, સર... આ સીધું દિલને સ્પર્શી ગયું. જય હિન્દ.’

dhurandhar rajinikanth aditya dhar ranveer singh sara arjun arjun rampal akshaye khanna sanjay dutt r madhavan rakesh bedi entertainment news bollywood bollywood news box office