દુબઈમાં વેલકમ ટુ ધ જંગલનું ગીત શૂટ કરવાનો પ્લાન કૅન્સલ

02 April, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગીત માટે મુંબઈમાં જ દુબઈ જેવા ભવ્ય સેટ બનાવવામાં આવશે

‘વેલકમ ટુ ધ જંગલ’ના ગીતનું શૂટિંગ ૧૫ એપ્રિલથી મુંબઈમાં શરૂ કરવામાં આવશે

આ વર્ષે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હૈવાન’ જેવી ફિલ્મ રિલીઝ થવાની છે. જોકે ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હૈવાન’ની સત્તાવાર રિલીઝ-તારીખ જાહેર કરવામાં આવી નથી. હવે માહિતી મળી છે કે અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે દુબઈમાં એક ગીતનું શૂટિંગ થવાનું હતું, પરંતુ હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્લાન કૅન્સલ કરવામાં આવ્યો છે. સલામતીનાં કારણોસર મેકર્સે આ નિર્ણય લીધો છે.

હવે મેકર્સે નવી યોજના બનાવી છે. એના અનુસાર આ ગીત માટે મુંબઈમાં જ દુબઈ જેવા ભવ્ય સેટ બનાવવામાં આવશે. માહિતી મુજબ મઢ આઇલૅન્ડ, ગોલ્ડન ટબૅકો સ્ટુડિયો અને ગોરેગામની ફિલ્મસિટી ખાતે મોટા સેટ તૈયાર કરવામાં આવશે. આ સેટમાં નાઇટક્લબ, કસીનો અને પ્રાઇવેટ જેટ જેવા સીન દેખાડવામાં આવશે. હવે આ ગીતનું શૂટિંગ ૧૫ એપ્રિલથી મુંબઈમાં શરૂ કરવામાં આવશે.

dubai upcoming movie ahmed khan akshay kumar Disha Patani jacqueline fernandez anil kapoor sanjay dutt suniel shetty raveena tandon tusshar kapoor entertainment news bollywood bollywood news