ઇમરાન હાશ્મી પણ થયો હતો કોરોના-‌પૉઝિટિવ

27 October, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ગયા મહિને ઑસ્ટ્રિયામાં ‘ટાઇગર 3’ના શૂટિંગ દરમ્યાન વાઇરસનો ભોગ બન્યો હતો

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી ગયા મહિને જ્યારે ઑસ્ટ્રિયા ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે ગયો હતો ત્યારે તે કોરોના-પૉઝિટિવ આવ્યો હતો. તેને આ વાઇરસની અસર ફક્ત ચાર દિવસ થઈ હતી. તેનું માનવું હતું કે આ વાઇરસ તેને મુંબઈમાં અથવા તો વિયેનાની ફ્લાઇટ દરમ્યાન લાગ્યો હતો. તે લૅન્ડ થયાના બે જ દિવસમાં પૉઝિટિવ આવ્યો હોવાથી તેનું આવું માનવું છે. તે હાલમાં તેની હૉરર ફિલ્મ ‘ડિબ્બક’ પ્રમોટ કરી રહ્યો છે. એ દરમ્યાન તે કોરોના-પૉઝિટિવ થયો હોવાની વાત તેણે કરી હતી. તેણે કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા હતા અને પૉઝિટિવ આવતાં તે તરત જ ક્વૉરન્ટીન થઈ ગયો હતો એથી જ સેટ પર અન્ય કોઈ વ્યક્તિને અસર નહોતી થઈ.

bollywood news bollywood bollywood gossips coronavirus covid19 emraan hashmi covid vaccine