17 October, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૧૯૯૮માં ૧૬ ઑક્ટોબરે રિલીઝ થયેલી ‘કુછ કુછ હોતા હૈ’ને ગઈ કાલે ૨૭ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે ડિરેક્ટર કરણ જોહરે આ ફિલ્મની યાદગાર ક્ષણોને સોશ્યલ મીડિયા પર તસવીરો દ્વારા શૅર કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મનો સેટ પ્રેમ, મજાક અને ખુશીથી ભરપૂર હતો. જોકે આ તસવીરોમાં ફિલ્મમાં અમનનો રોલ કરનાર સલમાન ખાનની એક પણ તસવીર નથી જેને કારણે સોશ્યલ મીડિયા પર લોકો આમાં સલમાન ખાન ક્યાં છે એવો સવાલ કરી રહ્યા છે.