ફૅમિલી સાથે લંચ લીધું કરીનાએ

26 December, 2021 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શશી કપૂરના દીકરા કુણાલ કપૂરના ઘરે લંચ-પાર્ટી રાખવામાં આવી હતી

કરીના ફૅમિલી સાથે

કરીના કપૂર ખાનનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ક્રિસમસ નિમિત્તે તેણે ફૅમિલી સાથે લંચ કર્યું હતું. શશી કપૂરના દીકરા કુણાલ કપૂરના ઘરે લંચ-પાર્ટી રાખવામાં આવી હતી. આખી ફૅમિલીના સભ્યોએ એકબીજાને મળીને મેળાવડાનું આયોજન કરવાની પરંપરા કપૂર ખાનદાને જાળવી રાખી છે. કોઈ ને કોઈ તહેવારમાં સૌકોઈ એકબીજાને મળીને પર્વનો આનંદ ઉઠાવે છે. કરીનાએ શુક્રવારે જાહેર કર્યું હતું કે હું હવે કોરોના-મુક્ત થઈ ગઈ છું. એથી ગઈ કાલે તે હસબન્ડ સૈફ અલી ખાન અને બે બાળકો તૈમુર અને જેહ સાથે બહાર નીકળી હતી. કરીનાએ બ્લૅક ટીશર્ટ અને બ્રાઉન લેધરનું પૅન્ટ પહેર્યું હતું. તૈમુરે પિન્ક કુર્તો અને વાઇટ પાયજામો પહેર્યો હતો. ડૅડી સૈફ અને જેહ બન્નેએ બ્લુ આઉટફિટ પહેર્યાં હતાં. કુણાલ કપૂરના ઘરે આયોજિત લંચ-પાર્ટીમાં આદર જૈન અને તેની ગર્લફ્રેન્ડ તારા સૂતરિયા પણ હાજર હતી. તારાએ વાઇટ ગાઉન પહેર્યું હતું અને આદરે પ્રિન્ટેડ શર્ટ અને વાઇટ પૅન્ટ પહેર્યું હતું. કરિશ્મા કપૂર પણ તેની દીકરી સાથે આવી હતી.

entertainment news bollywood bollywood news christmas kareena kapoor saif ali khan taimur ali khan karisma kapoor shashi kapoor kunal kapoor aadar jain Tara Sutaria