કરીનાનો ઓમાઇક્રોનનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

28 December, 2021 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ કરીના કોરોના પૉઝિટિવ થઈ હતી

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનનો ઓમાઇક્રોનનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ કરીના કોરોના પૉઝિટિવ થઈ હતી. એ સમયે તેનો ઓમાઇક્રોન માટેનો રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યો હતો. જોકે કરીના તરત જ સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ ગઈ હતી. તેનો રિપોર્ટ ક્રિસમસ પહેલાં જ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગિટવ આવતાં તેણે ફૅમિલી સાથે લંચ કર્યું હતું. તેને ઓમાઇક્રોન વાઇરસનું સંક્રમણ હતું કે નહીં એ માટેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. જોકે તેનો એ રિપોર્ટ પણ આવી ગયો છે અને તેને ઓમાઇક્રોનનું સંક્રમણ નહોતું.

entertainment news bollywood bollywood news Omicron Variant coronavirus covid19 kareena kapoor