01 April, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન ખટ્ટર, શિલ્પા શેટ્ટી, તારા સુતરિયા, મલાઇકા અરોરા
લૅક્મે ફૅશન વીક 2025નું આયોજન ૨૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી બાંદરા ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ ફૅશન વીકમાં ચોથા દિવસે ઍક્ટર ઈશાન ખટ્ટરે ડિઝાઇનર સાક્ષા ઍન્ડ કિન્નીએ ગુજરાતની અડાલજની વાવ પરથી પ્રેરણા લઈને ડિઝાઇન કરેલું કલેક્શન રજૂ કર્યું હતું. આ કલેક્શનમાં ફ્લોરલ મોટિફ, જિયોમેટ્રિકલ પૅટર્ન અને બોલ્ડ કલર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ઈશાને પોતાની સ્ટાઇલથી વાતાવરણ લાઇવ બનાવી દીધું હતું અને એક તબક્કે તો રૅમ્પ પર શર્ટલેસ થઈને તે આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.