‘મરાઠી દાંડિયા મહોત્સવ’માં બૉલીવુડની ધૂમ

05 October, 2022 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવેલા ‘મરાઠી દાંડિયા મહોત્સવ’માં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ ભાગ લઈ રહી છે

‘મરાઠી દાંડિયા મહોત્સવ’માં બૉલીવુડ સ્ટાર્સ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવેલા ‘મરાઠી દાંડિયા મહોત્સવ’માં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ ભાગ લઈ રહી છે. ગરબા-રાસની આ ઇવેન્ટમાં સામેલ થઈને તેઓ ખેલૈયાના જોશમાં અનેકગણો ઉમેરો કરી દે છે. છેલ્લાં બે વર્ષથી તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતું. આ જ કારણ છે કે આ વર્ષે નવરાત્રિના જોશમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘મરાઠી દાંડિયા મહોત્સવ’ની વાત કરીએ તો સલમાન ખાન અને રણવીર સિંહે પણ હાજરી પુરાવી હતી. હવે આ ઇવેન્ટમાં અક્ષયકુમાર અને અનન્યા પાન્ડે પણ સામેલ થઈ હતી. અનન્યા હંમેશ મુજબ બ્યુટિફુલ દેખાઈ રહી હતી. તો અક્ષયકુમાર ફેસ્ટિવલના મૂડમાં દેખાય છે. સાથે જ તેમણે સૌને નવરાત્રિની શુભકામનાઓ પણ આપી. 

entertainment news bollywood bollywood news navratri bharatiya janata party Salman Khan akshay kumar Ananya Panday ranveer singh