19 November, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રાજપૂત
બૉલીવુડમાં સેલિબ્રિટીઓ જાહેરમાં પર્ફેક્ટ લુકમાં જ આવવાનું પસંદ કરતી હોય છે પણ ધ અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ્સમાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પોતાના નૅચરલ અંદાજમાં આવવાનું પસંદ કર્યું હતું. આ ફંક્શનમાં મીરાએ બે બાળકોની મમ્મી બની ગયા પછી કમર પાસે આવી ગયેલા સ્ટ્રેચ-માર્ક્સ છુપાવ્યા વગર કૅમેરા સામે પોઝ આપ્યા હતા. મંગળવારે યોજાયેલા આ ફંક્શનમાં મીરા ઇલેક્ટ્રિક બ્લુ રંગના સુંદર આઉટફિટમાં પહોંચી હતી. તેના સૅટિન ડ્રેસમાં કમર પાસે કટ-આઉટ ડિઝાઇન હતી જ્યાં તેના પ્રેગ્નન્સીના સ્ટ્રેચ-માર્ક્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મીરાએ આ નિશાન છુપાવવાને બદલે પૂરા આત્મવિશ્વાસ સાથે કૅમેરા સામે પોઝ આપ્યા હતા. તેના આ અભિગમ બદલ લોકો તેને શાબાશી આપી રહ્યા છે.