પંકજ ત્રિપાઠી અને રાજપાલ યાદવ સાથેની સરખામણી પર મનોજ બાજપાઈએ કહ્યું…

27 July, 2024 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ બાજપાઈ કહે છે કે હું તો હજી પણ તેમની પાસેથી શીખી રહ્યો છું

પંકજ ત્રિપાઠી

તાજેતરમાં સોશ્યલ મીડિયામાં કોઈએ મનોજ બાજપાઈની સરખામણી પંકજ ત્રિપાઠી, રાજપાલ યાદવ અને વિક્રાન્ત મૅસી સાથે કરી હતી. એને જોતાં મનોજ બાજપાઈ કહે છે કે હું તો હજી પણ તેમની પાસેથી શીખી રહ્યો છું. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કોઈ યુઝરે પંકજ ​ત્રિપાઠી, રાજપાલ યાદવ, જિતેન્દ્ર કુમાર અને વિક્રાન્ત મૅસી સાથેનો ફોટો કોલાજ કર્યો હતો. એ ફોટોને ઍક્સ પર શૅર કરીને તે યુઝરે લખ્યું કે તમારા મતે આ બધામાંથી ટૅલન્ટેડ ઍક્ટર કોણ છે? તો એના પર રિપ્લાય આપતાં મનોજ બાજપાઈએ લખ્યું કે ‘સર, મૅડમ, મૈં તો બહુત હી કમતર હૂં! યે સબ બહુત શાનદાર હૈ! યે સબ બહુત હોનહાર હૈ! મૈં સિર્ફ સબસે સીખ રહા હૂં!’

pankaj tripathi manoj bajpayee rajpal yadav bollywood news bollywood gossips bollywood entertainment news