ભોપાલનાં પોહા અને જલેબી ખાવા માટે આતુર રકુલ પ્રીત સિંહ

29 July, 2021 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રકુલ પ્રીત સિંહ ‘ડૉક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ પહોંચી ગઈ છે

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ ‘ડૉક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના સાથે કામ કરી રહી છે. આ વિશે વાત કરતાં રકુલે કહ્યું હતું કે ‘ભોપાલમાં ‘ડૉક્ટર જી’નું શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. લૉકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ રાહ જોઈ છે. અનુભૂતિ કશ્યપ, આયુષ્માન અને શેફાલી શાહ સાથે શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર છું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ અદ્ભુત છે. હું ભોપાલમાં પહેલી વાર શૂટિંગ કરી રહી છે. મેં હંમેશાં ભોપાલને સિટી ઑફ લેક્સ તરીકે સાંભળી છે. હું જેવી લૅન્ડ થઈ ત્યાંથી હોટેલ સુધીની મારી સફર ખૂબ જ સુંદર હતી. આ ખૂબ જ ગ્રીન અને સુંદર શહેર છે. આ શહેરને એક્સપ્લોર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. અહીંની જલેબી અને પોહા ખાવા માટે હું રાહ જોઈ રહી છું.’

entertainment news bollywood bollywood news bhopal rakul preet singh