22 November, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન મારા ફ્રેન્ડ નથી
રકુલ પ્રીત સિંહ તેની લેટેસ્ટ ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’માં અજય દેવગન સાથે જોવા મળી છે. આ સંજોગોમાં રકુલે એક ઇન્ટરવ્યુમાં અજય દેવગન સાથેની રિલેશનશિપની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તે ઇન્ડસ્ટ્રીમાં નવી નથી, છતાં અજય દેવગન સામે તેનો અનુભવ ઘણો ઓછો છે અને આ કારણે તે તેમની સાથે મિત્રતાનો સંબંધ રાખી શકતી નથી.
રકુલે આ ઇન્ટરવ્યુમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘હું અજય સાથે મિત્રતાનો સંબંધ નથી રાખી શકતી. મારો અને તેમનો સંબંધ સન્માનનો છે. મારા માટે તેઓ હજી પણ અજય દેવગન જ છે. તેઓ સિનિયર અભિનેતા છે અને ખૂબ સારા માણસ છે. હું અજય દેવગનને પૂરેપૂરું સન્માન આપીને જ તેમની સાથે વાત કરું છું. જે કલાકારો તમારી ઉંમરના હોય અથવા તમારા કરતાં નાની ઉંમરના હોય તેઓ તમારા મિત્ર બને છે. અજય દેવગનને તો હું ‘સર’ માનું છું. હું મારી જાતને ઇન્ડસ્ટ્રીમાં નવી નથી માનતી, છતાં તેમનાથી મારો અનુભવ ઓછો છે.’