25 December, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
રણબીર કપૂરને લીડ રોલમાં ચમકાવતી ‘ઍનિમલ’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર સફળતા મેળવી હતી. હવે બે વર્ષ બાદ આ ફિલ્મને જપાનમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ગઈ કાલે ફિલ્મના નિર્માતાઓએ સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું છે કે ‘ઍનિમલ’ને આવતા વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ જપાનનાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.
‘ઍનિમલ’ સૌપ્રથમ ૨૦૨૩ના ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે વિશ્વભરમાંથી અંદાજે ૯૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે જપાનમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ ૧૦૦૦ કરોડની ક્લબમાં સામેલ થાય એવી શક્યતા ઊભી થઈ છે.