છાવાની વાર્તા મને વિવાદાસ્પદ લાગેલી, એટલે ઔરંગઝેબ બનવાની ના પાડી દીધી હતી

26 May, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણદીપ હૂડાએ સુપરહિટ ફિલ્મ નકારવાના કારણની ચર્ચા કરી

રણદીપ હૂડા

રણદીપ હૂડા હવે લક્ષ્મણ ઉતેકરની આવનારી ફિલ્મ ‘ઈથા’માં શ્રદ્ધા કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે રણદીપે ખુલાસો કર્યો છે કે તેને ૨૦૨૫ની હિટ ફિલ્મ ‘છાવા’માં મુગલ બાદશાહ ઔરંગઝેબનો રોલ ઑફર થયો હતો. જોકે રણદીપે આ રોલ નકારી દીધો હતો અને પછી આ પાત્ર અક્ષય ખન્નાએ નિભાવ્યું હતું.

ઔરંગઝેબનો રોલ નકારવાનું કારણ જણાવતાં રણદીપે કહ્યું હતું કે ‘ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે ‘છાવા’ માટે સંપર્ક કર્યો હતો ત્યારે હું માનસિક રીતે યોગ્ય સ્થિતિમાં નહોતો. એ સમયે હું કોર્ટકેસમાંથી પસાર થઈ રહ્યો હતો અને ‘છાવા’ની વાર્તામાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ વધારે હોવાથી મને વિવાદાસ્પદ લાગી હતી. હું ફરી કાયદાકીય રસ્તા પર જવા નહોતો માગતો. એ પછી જ્યારે ‘ઈથા’ ફિલ્મ મારા હાથમાં આવી ત્યારે મને એ ખૂબ ગમી અને મેં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.’

randeep hooda aurangzeb akshaye khanna box office entertainment news bollywood bollywood news