15 February, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ, સારા અલી ખાન
ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ હાલમાં તેના ફૅન્સને મોટી સરપ્રાઇઝ આપી છે. રોહિતે રણવીર સિંહ અને સારા અલી ખાનનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં ‘સિમ્બા કપલ’ રોમૅન્ટિક ડાન્સ કરતાં જોવા મળે છે. રોહિતે આ વિડિયો સાથે લખ્યું છે, ૨૦૨૫ની સૌથી મોટી પ્રેમ કહાની. આ વિડિયોને કારણે એવી ચર્ચા ચાલી છે કે રોહિત શેટ્ટી ‘સિમ્બા’નો નવો ભાગ ‘સિમ્બા 2’ રિલીઝ કરી શકે છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે આ ઍડ પણ હોઈ શકે છે.
રણવીર અને સારાએ ૨૦૧૮માં રોહિતની ફિલ્મ ‘સિમ્બા’માં ઍક્ટિંગ કરી હતી. આ એક ઍક્શન કૉમેડી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ૪૦૦ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. રણવીર અને સારાની જોડીએ ‘સિમ્બા’માં સાથે કામ કર્યું હતું. તેમનો ઑનસ્ક્રીન રોમૅન્સ લોકોને બહુ ગમ્યો હતો. એ ફિલ્મ હિટ રહી હતી. ૧૩૯ કરોડ રૂપિયા જેટલા ભારે બજેટથી બનેલી આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ હિટ થઈ ગઈ હતી. બૉક્સ-ઑફિસ ઇન્ડિયાના આંકડા મુજબ આ ફિલ્મે ૩૯૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.