વહેલી આવશે ‘ભૂત પોલીસ’

08 September, 2021 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક અઠવાડિયું એટલે કે ૧૦ સપ્ટેમ્બરે હવે થઈ રહી છે રિલીઝ

‘ભૂત પોલીસ’નો એક સીન

સૈફ અલી ખાન, અર્જુન કપૂર, જૅકલિન ફર્નાન્ડિસ અને યામી ગૌતમની ‘ભૂત પોલીસ’ એક અઠવાડિયું વહેલી આવી રહી છે. આ ફિલ્મને હવે ૧૦ સપ્ટેમ્બરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ હૉરર કૉમેડીને એક અઠવાડિયું વહેલી શેડ્યુલ કરવામાં આવી છે. આ ફિલ્મમાં બે ઘોસ્ટબસ્ટર એટલે કે ભૂત પકડનારા હોય છે. વિભૂતિનું પાત્ર સૈફ અલી ખાન અને ચિરૌન્જીનું પાત્ર અર્જુન કપૂર ભજવી રહ્યો છે. પવન કૃપલાની દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વિશે અર્જુન કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા વીક-એન્ડ માટે એક ગુડ ન્યુઝ છે. ભૂત માટે ખરાબ સમાચાર છે. ‘ભૂત પોલીસ’ હવે ૭ દિવસ જલદી આવી રહી છે. ડિઝની+હૉટસ્ટાર પર ૧૦ સપ્ટેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે.’

entertainment news bollywood bollywood news upcoming movie saif ali khan arjun kapoor hotstar