Bollywood Update : સારા અલી ખાને દિલ્હીમાં ગુરુદ્વારા બંગલા સાહિબમાં માથું ટેકવ્યું?

29 July, 2026 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી પ્રવાસ દરમિયાન સારા અલી ખાન મિત્ર સાથે ગુરુદ્વારા બંગલા સાહિબમાં દર્શન કરવા પહોંચી હતી. તે પહેલાં તેણે ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં ડિઝાઇનર કુણાલ રાવલના ફૅશન-શોમાં હાજરી આપી હતી.

સારા અલી ખાન

સારા અલી ખાન જ્યારે પણ દિલ્હી જાય છે ત્યારે હંમેશાં ગુરુદ્વારા બંગલા સાહિબમાં જઈને માથું ટેકવે છે. સારા અને તેની મિત્ર સોમવારે રાત્રે પણ ગુરુદ્વારા બંગલા સાહિબ પહોંચ્યાં હતાં. ફોટોગ્રાફરે શૂટ કરેલા વિડિયોમાં સારા અને તેની મિત્ર સિખોના આ ધર્મસ્થળમાં પ્રવેશ કરતી જોવા મળે છે તેમ જ બન્નેએ સફેદ શર્ટ અને વાદળી ડેનિમ પહેરીને ટ્‍વિનિંગ કર્યું હતું. આ સાથે બન્નેએ માથા પર સ્કાર્ફ પણ ઓઢ્યો હતો. ગુરુદ્વારા બંગલા સાહિબમાં દર્શન કરવા પહેલાં સારાએ તાજ પૅલેસમાં યોજાઈ રહેલા ઇન્ડિયા કુટ્યુઅર વીક દરમ્યાન ડિઝાઇનર કુણાલ રાવલના ફૅશન-શોમાં હાજરી આપી હતી.

અર્જુન રામપાલની દીકરી માયરા છવાઈ ગઈ દિલ્હીની ફૅશન-ઇવેન્ટમાં

અર્જુન રામપાલ અને તેની ભૂતપૂર્વ પત્ની મેહર જેસિયાની નાની દીકરી માયરા રામપાલ ફૅશનજગતમાં સતત પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. હાલમાં તેણે ઇન્ડિયા કુટ્યુઅર વીક 2026માં પ્રખ્યાત ફૅશન-ડિઝાઇનર રોહિત બાલના કલેક્શન ‘દસ્તકાર’ માટે રૅમ્પ-વૉક કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માયરાએ સોશ્યલ મીડિયા પર આ રૅમ્પ-વૉકની કેટલીક તસવીરો શૅર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. દીકરીની આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહેલા અર્જુને પણ પોસ્ટ પર ‘લવ’ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ખોસલા કા ઘોસલા 2માં દિવ્યા ખોસલાની એન્ટ્રી

સફળ ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સીક્વલ ‘ખોસલા કા ઘોસલા 2’ હવે ફરી એક વાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે. આ સીક્વલમાં દિવ્યા ખોસલાની એક મહત્ત્વના રોલમાં એન્ટ્રી થઈ છે. આ સીક્વલની સૌથી ખાસ વાત એ છે કે એમાં પહેલા ભાગની મૂળ સ્ટારકાસ્ટ ફરી એક વાર સાથે જોવા મળશે. અનુપમ ખેર, બમન ઈરાની, રણવીર શૌરી, પ્રવીણ ડબાસ, તારા શર્મા અને કિરણ જુનેજા પોતાનાં લોકપ્રિય પાત્રોમાં આ સીક્વલમાં ફરી જોવા મળશે. જોકે આ સીકવલમાં તેમની સાથે દિવ્યા ખોસલા, રવિ કિશન અને દાનિશ ઇકબાલને પણ સાઇન કરવામાં આવ્યાં છે. નવા અને જૂના કલાકારોનું આ કૉમ્બિનેશન ફિલ્મના હાસ્ય અને ડ્રામાને વધુ રસપ્રદ બનાવશે એવું માનવામાં આવી રહ્યું છે.

રકુલ પ્રીત સિંહે ઈજાના દોઢ વર્ષ બાદ પહેલી વખત જિમમાં મૂક્યો પગ

રકુલ પ્રીત સિંહે સોશ્યલ મીડિયામાં જિમમાં ટ્રેઇનિંગ લેતી તસવીર પોસ્ટ કરીને શૅર કર્યું છે કે ગંભીર ઈજાના લગભગ દોઢ વર્ષ પછી પહેલી વખત જિમમાં પગ મૂક્યો છે. આ અવસરે તેણે સોશ્યલ મીડિયા પર પોતાની મુશ્કેલ સફર અને એમાંથી મળેલા જીવનના મહત્ત્વના પાઠ વિશે વાત કરી હતી.
રકુલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દરેક સફરમાં એવો એક અધ્યાય હોય છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. મારી જિંદગીમાં એ અધ્યાય ઈજાના રૂપમાં આવ્યો. એક ક્ષણે હું દરરોજ વધુ મજબૂત બનવા પર ધ્યાન આપી રહી હતી અને બીજી જ ક્ષણે બધું અટકાવવું પડ્યું. શરૂઆતમાં મને લાગ્યું કે મારી ઘણી પ્રગતિ અટકી ગઈ છે, પણ પછી મેં સાજા થવાની પ્રક્રિયાને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. લગભગ ૧૮ મહિના બાદ ફરી જિમમાં પ્રવેશવાનો અનુભવ લાંબી મુસાફરી બાદ પોતાના ઘરે પરત ફરવા જેવું લાગે છે. આ સફર ઈજા પહેલાંના પોતાના સ્વરૂપને પાછું મેળવવાની નથી, પણ વધુ મજબૂત માનસિક શક્તિ સાથે નવી શરૂઆતને સ્વીકારવાની છે.’

વામિકા ગબ્બીએ કરાવી નાખી ટૉમબૉય જેવી પિક્સી હેરકટ

વામિકા ગબ્બીએ પોતાના મેકઓવરથી ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે પોતાના લાંબા વાળ કપાવીને ટૉમબૉય લુક આપતી બોલ્ડ પિક્સી હેરકટ કરાવી છે. તેણે સોશ્યલ મીડિયા પર આ ટ્રાન્સફૉર્મેશનનો વિડિયો શૅર કર્યો છે. વિડિયોની શરૂઆતમાં વામિકા એક જાણીતા સેલિબ્રિટી સૅલોંમાં બેઠેલી જોવા મળે છે, જ્યાં તે વાળ કપાવવાનો મોટો નિર્ણય લેતાં પહેલાં વિચાર કરતી નજરે પડે છે. ત્યાર બાદ તે આત્મવિશ્વાસ સાથે પોતાની નવી હેરસ્ટાઇલને ફ્લૉન્ટ કરતી અને સ્માઇલ સાથે નવા લુકને નિહાળતી જોવા મળે છે. વામિકાની આ શાર્પ પિક્સી હેરકટ તેના સમગ્ર લુકને એકદમ બદલાવી દે છે. આ લુક તેને આધુનિક, સ્ટાઇલિશ અને એલિગન્ટ અંદાજ આપે છે.

sara ali khan rakul preet singh divya khosla kumar entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood