સંજય, સલમાન અને હવે આર્યન ખાન: કેમ બૉલિવૂડ હસ્તીઓની પસંદ છે સતીશ માનશિંદે

10 October, 2021 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સતીશ માનશિંદે બૉલિવૂડની મોટી હસ્તીઓનો કેસ લડીને તેમને કાયદાકીય મદદ અપાવી ચૂક્યા છે. જેમાં સંજય દત્ત, સલમાન ખાન અને રિયા ચક્રવર્તી જેવા સિતારા સામેલ છે. સતીશ માનશિંદેનો હાઇ પ્રૉફાઇલ કેસ સામે લડવામાં સકસેસ રેટ સારો છે.

આર્યન ખાન (ફાઇલ તસવીર)

બૉલિવૂડ (Bollywood)ના કોઈ સિતારા જ્યારે પણ કાયદાકીય મામલે ફસાય છે તો મુંબઇના જાણીતા વકીલ સતીશ માનશિંદે તેમને બચાવવા માટે સામે આવે છે. આવું ફરી એકવાર થયું, જ્યારે બૉલિવૂડ સ્ટાર શાહરુખ ખાનના દીકરો આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયો છે. સતીષ માનશિદે હાલ તેના વકીલ છે અને તેને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે.

આ પહેલા પણ સતીશ માનશિંદે બૉલિવૂડની મોટી હસ્તીઓનો કેસ લડીને તેમને કાયદાકીય મદદ અપાવી ચૂક્યા છે. જેમાં સંજય દત્ત, સલમાન ખાન અને રિયા ચક્રવર્તી જેવા સિતારા સામેલ છે. સતીશ માનશિંદેનો હાઇ પ્રૉફાઇલ કેસ સામે લડવામાં સકસેસ રેટ સારો છે.

વકીલ માનશિંદે વિશે કેટલીક મહત્વની વાતો- 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) તરફથી 2 ઑક્ટોબરના ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટીમાં છાપેમારી કરવામાં આવી. આમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી. સુપરસ્ટારે પોતાના દીકરાને બચાવવા માટે સતીશ માનશિંદેની વકીલ તરીકે નિયુક્તિ કરી છે. વકીલે તર્ક આપ્યો છે કે આર્યન ખાનને ગેસ્ટ તરીકે ક્રૂઝના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યો હતો અને તેની પાસેતી કોઇપણ પ્રતિબંધિત પદાર્થ મળ્યો નથી.

વકીલ સતીશ માનશિંદે તે સમયે ચર્ચામાં છવાયા હતા, જ્યારે તેમણે 2002માં સલમાન ખાનનો ડ્રિંક એન્ડ ડ્રાઇવવાળો કેસ હાથમાં લીધો હતો. વકીલ માનશિંદે સલમાન ખાન માટે જામીન મેળવવામાં સફળ રહ્યા હતા. પછી કૉર્ટે સલમાનને છોડી દીધો હતો. તેમણે 1998ના બ્લેક ડિયર શિકાર મામલે પણ સલમાનનો બચાવ કર્યો હતો.

સતીશ માનશિંદેએ બૉલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમના પિતા તરફથી અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મૂકવામાં આવેલા આરોપો મામલે પણ એક્ટ્રેસની વકાલત કરી હતી. તેમણે આ મામલે તેમના ભાઈ શોવિક ચક્રવર્તીનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. પછીથી બન્નેને જામીન મળ્યા હતા.

1993માં માનશિંદેએ મુંબઇ બૉમ્બ બ્લાસ્ટ મામલે બૉલિવૂડ અભિનેતા સંજય દત્તની વકાલત કરી હતી. તે કહેવાતી રીતે 2007ના આર્મ્સ એક્ટ મામલે તેમનો બચાવ કરનારી કાયદાકીય ટીમના વકીલોમાંના એક હતા. તે સમયે સંજય દત્ત માટે જામીન મેળવવામાં સફળ રહ્યા હતા, ભલે અભિનેતાને ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો.

સતીશ માનશિંદેએ દયા નાયકની સંપત્તિનો મામલો, શોભન મેહતા મેચ ફિક્સિંગ કાન્ડ અને છોટા રાજનની પત્ની સુજાતાના અપરાધના કેસ પણ કૉર્ટમાં સંભાળ્યા હતા.

સતીશ માનશિંદે કહેવાતી રીતે ધારવાડના મૂળ વતની છે. તે લૉ ગ્રેજ્યુએલ ફ્રેશર તરીકે મુંબઇ આવ્યા હતા. 1983માં નોકરીની શોધ કરી. માનશિંદે ત્યાર બાદ તેમણે પ્રસિદ્ધ ક્રિમિનલ વકીલ દિવંગત રામ જેઠમલાની હેઠળ કામ કર્યું.

મુંબઇમાં એક પ્રમુખ વકીલ અને એક વિશ્વસનીય સેલેબ્રિટી વકીલ હોવાને નાતે માનશિંદેને પોતાના ક્લાઇન્ટ પાસેથી મોટી ફી લેવા માટે પણ જાણીતા છે.

bollywood news bollywood bollywood gossips entertainment news aryan khan sanjay dutt Salman Khan