midday

ભૂલભુલૈયા 3 સાથે હવે દિવાળી પર કદાચ નહીં ટકરાય સિંઘમ અગેઇન

17 September, 2024 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દિવાળીએ `ભૂલભૂલૈયા 3` અને `સિંઘમ અગેઇન` વચ્ચેની ટક્કર કદાચ ટાળી શકાય. સ્પર્ધાને રોકવા માટે `સિંઘમ અગેઇન` 15 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.
ભૂલભુલૈયા 3, સિંઘમ અગેઇનનું પોસ્ટર

ભૂલભુલૈયા 3, સિંઘમ અગેઇનનું પોસ્ટર

આ વખતની દિવાળી પર થનારો ‘ભૂલભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઇન’નો બહુચર્ચિત જંગ કદાચ ટળી જાય એવી શક્યતા છે. ફિલ્મજગતમાં ગઈ કાલે એવી ચર્ચા ઊપડી હતી કે ‘સિંઘમ અગેઇન’ બે અઠવાડિયાં માટે પોસ્ટપોન થશે અને ૧૫ નવેમ્બરે રિલીઝ થશે. આ સંદર્ભમાં ‌ડિરેક્ટર રોહિત શેટ્ટી, અજય દેવગન અને નિર્માતાઓ વચ્ચે હારબંધ મીટિંગો ચાલી રહી છે. ‘સ્ત્રી 2’ની ગજબ સફળતા પછી એના જેવી જ હૉરર ‌કૉમેડી ‘ભૂલભુલૈયા 3’ સાથે ટક્કર ટાળવા આ નિર્ણય લેવાય એવું લાગી રહ્યું છે.

Whatsapp-channel
singham bhool bhulaiyaa rohit shetty ajay devgn akshay kumar bollywood bollywood news entertainment news