`સૂર્યવંશી` નું બીજુ ગીત `મેરે યારા` નું ટીઝર રિલીઝ, જુઓ અક્ષય-કેટનો રોમેન્ટિક અંદાજ

26 October, 2021 03:45 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મમાં અક્ષય પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે.

અક્ષય કુમાર અને કૈટરીના કૈફ (તસવીરઃ યોગેન શાહ)

બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને અભિનેત્રી કેટરીના કૈફ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. તે ફરી એકવાર રોહિત શેટ્ટીની ફિલ્મ `સૂર્યવંશી`માં રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મના નવા ગીત `મેરે યારા`નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં અક્ષય અને કેટરીના રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

અક્ષય કુમારે આ ગીતનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ સાથે તેમણે લખ્યું, `જ્યારે તેનું એક સ્મિત આપણને સ્મિત કરવા પર મજબૂર કરી દે.. ચાલો.. મેરે  યારા સાથે રોમાન્સને માણીએ`.

આ ગીતમાં અરિજીત સિંહ અને નીતિ મોહને પોતાનો અવાજ આપ્યો છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

આ ગીતમાં અક્ષય અને કેટરીના બીચ પર જોવા મળી રહ્યા છે. જ્યાં અક્ષય કુમાર ઘૂંટણિયે પડીને કેટરિના કૈફને પ્રપોઝ કરતો દેખાય છે. 

ફિલ્મ સૂર્યવંશીનું પહેલું ગીત `આઈલા રે આયલા` રિલીઝ થઈ ગયું છે, જેમાં રણવીર સિંહ અને અજય દેવગણ અક્ષય સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે આ ફિલ્મનું બીજું ગીત `મેરે યારા` 27 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

entertainment news akshay kumar katrina kaif